ABOUT THE AUTHOR

જયવતી કાજી

૧૯૨૪માં સુરતમાં જન્મેલ જયવતીબહેન જીવનનાં નવ દાયકામાં સતત કાર્યરત રહ્યા હતા. સાહિત્ય અકાદમી પારિતોષિકનાં પ્રાપ્તકર્તા, ઓગણત્રીસ પ્રેરણાદાયક પુસ્તકો અને અનેક નિબંધોના અગ્રણી લેખિકા સદૈવ વાચકોને પ્રિય હતા.

એમના વિચારપ્રેરક અને જીવનકેન્દ્રિત લખાણમાં હમેશાં તાજગી, આશા અને ખમીર દેખાય છે. જીવનને સક્રિય, સુખદ અને સાર્થક કેવી રીતે બનાવી શકાય તે માર્ગદર્શન, એમણે પોતાની સરળ, વિનોદપૂર્વક અને હળવી શૈલીમાં વાચકોને આપ્યુ છે.

વિવિધ વર્તમાનપત્રો તથા પુસ્તકો દ્વારા તેમણે આબાલવૃદ્ધ, યુવાવર્ગ તેમજ વિશેષરૂપે મહિલાઓને તેમના જીવનપથ સમક્ષ ઉદભવેલ પડકાર તેમ જ તેના નિરાકરણ અર્થે સતત હકારાત્મક પ્રેરણા આપેલ છે.

PODCAST...

7 AudiosAbout The Author : Jayavati Kaji

પ્રખ્યાત લેખિકા શ્રીમતી જયવતી કાજીની સરળ, આનંદમયી ગદ્ય શૈલીમાં, જીવનની સાર્થકતા સમજાવતાં પ્રેરણાદાયક લેખોને .... આ પ્રસારણ થકી.....આપના આનંદ માટે... ગુજરાતી સાહિત્યના અગ્રગણીય કલાકારોના સ્વરમાં, ....આશા છે કે આપ સર્વ વધાવી લેશો....

લેખ - નિબંધ - Articles
મહાનુભાવોની લેખકને અંજલિ - Tribute to Author
પુસ્તકો - Books
અવતરણ - Quotes of Author
Top