About this Website

પ્રિય મિત્રો,

મમ્મી અને મારી વચ્ચે, ખુબ જ ગાઢો સ્નેહ અને મિત્રતાનો સબંધ હતો , એ મારું સદ્ભાગ્ય હતું-

વર્ષો દરમ્યાન, અમેરિકાથી પણ મમ્મી સાથે અગણિત વિષયો પર ચર્ચા થતી. એક સ્ત્રી તરેકીની જવાબદારી, જે તેણે નારીત્વની મધુરતાની મહેક ગુમાવ્યા વગર, ગૌરવથી અને સમાનતાપૂર્વક ભજવી હતી . સર્વ સ્ત્રીઓ માટે આ એકવીસ સદીની મોટી મથામણ છે, અને તે જ દ્રષ્ટાંત મારાં માટે એક અગત્યનો માર્ગદર્શન બનીને રહ્યો છે..

મેં મમ્મીનાં લખાણમાં મુખ્ય બે દોર જોયાં છે. – પહેલો, વર્તમાનની ક્ષણને જાણવાનો અને માણવાનો બોધ, અને બીજો, આમ કરવાથી “સ્વ” થી, “સર્વ” સુધીનાં સંબંધોને સુમેળભરી રાખીને, જીવનને જીવંત, ઉત્તેજક, ઉત્સાહિત અને ઉત્તેજિત રાખવાનો બોધ-

ફક્ત કૃતિઓમાં, કે શબ્દોમાં નહી, પરંતુ વાસ્તવિકતામાં જીવીને, એના અંતિમ દિવસ સુધી, શાંત, સ્થિર ચિત્ત, અને મધુર સ્મિત સાથેની મમ્મી, અમારા સ્મરણમાં જીવંત રહેશે. પ્રેરણાંભર્યું જીવન કેમ જીવી શકાય તેનો મમ્મી સજાગ દાખલો હતી.

વેબસાઈટ (website) નો વિચાર મમ્મીની હાજરીમાં જ આવ્યો હતો. દુનિયા કેટલી વિશાળ અને સાથે સાથે જ એટલી નાની અને સંકુચિત થઇ રહી છે. થોડીક રમત ભરી વાત પણ થઇ હતી. મમ્મીએ મને એની મજાક રીતે કહયું પણ ખરું કે, “તું મને ‘દુનિયાની જાળ’ – ‘Worldwide Web’ માં કેમ ફંસાવાની વાત કરે છે? “

આ વેબ સાઈટ મારી એક ભાવભીની અંજલિ પૂર્વક છે. મમ્મીનાં ઉંડાણ અભ્યાસ અને સૂક્ષ્મ વિચારોને, તમારી સમક્ષ રજુ  કરવાનો આ પ્રયત્ન લગભગ બે વર્ષ પહેલા શરુ થયો હતો. વાંચન શોખીન મિત્રો માટે લેખ અને પુસ્તક પ્રાપ્તિની સગવડ આ વેબસાઈટ દ્વાર મળશે …….

….અને એ ઉપરાંત, આજની નવી ટેક્નોલોજીનાં સાધનનો પ્રયોગ કરીને, અમે લેખોને ‘સ્વર’ થી જીવંત બનાવ્યાં છે… ..શ્રોતા મિત્રો માટે “પ્રસારણ” ના સવરૂપમાં, સરળતા, સગવડ અને જુદા પ્રકારનાં અનુભવ માટે, અમે ગુજરાતી સાહિત્યના જાણીતા કલાકરોના સ્વરમાં લેખોનું પઠન પ્રેક્ષત કરતાં હું આનંદ અનુભવું છું. પ્રભુના, અને મારા માતા પિતાના આશિર્વાદને કારણે મને અન્ય વ્યક્તિઓએ મારા આ પ્રયાસમાં સહાય કરી છે, એ બદલ હું આભારવશ છું.

આ વેબસાઈટ ના સંગ્રહમાં પસંદ કરેલા વિવિધ લેખ, છેલ્લા ચાર દાયકા દરમ્યાન “મુંબઈ સમાચાર”,” જન્મભૂમિ”, “સંમર્પણ”, અને “અખંડઆનંદ” જેવા પ્રતિષ્ઠિત સમાચારમાં પ્રસિદ્ધ થયા છે.

વાચકોને અને નવાં શ્રોતા મિત્રોને આ પ્રેરણાજનક બનશે એ આશા અને નમ્ર ઈચ્છા સાથે આ website આપનાં હાથમાં પ્રેમપૂર્વક મુકું છું.

અસ્મિતા ભાટિયા

(જયવતીબેનની પુત્રી )