આપણી જાતને અપગ્રેડ કરતા રહીયે – Apni Jatena Upgrde Karta Rahiye


એક ખ્યાતનામ અમેરિકન મનોવિજ્ઞાનીએ કહ્યું છે:

વાસ્તવિક હકીકતો કરતાં આપણું વલણ વધારે મહત્ત્વનું છે.’

     આપણું વલણઆપણો અભિગમ બદલવો, અઘરું છેમુશ્કેલ છે, પણ સાવ અશક્ય નથી. હા, માટે સમજપૂર્વક પ્રયત્ન કરતાં રહેવું પડે. અહીં પ્રશ્ન છે, નવું જાણતાં રહેવાનો, સતત શીખતાં રહેવાનો અને વિચારો અને જીવનશૈલીને તપાસતાંચકાસતાં રહેવાનો. સંજોગો અને પરિસ્થિતિ અનુસાર તેમાં ફેરફાર કરતાં રહેવાનો. નવા નવા વિચારોનેફેરફારોને અને ખાસ તો વિજ્ઞાન અને યંત્રવિદ્યાને ક્ષેત્રે અવનવી શોધોએ માનવજીવન જે ધરખમ પરિવર્તન આણ્યું છે, એને સમજીને એનાથી શક્ય તેટલા પરિચિત રહી. આપણે આપણી જાતનેઅપડેઈટઅનેઅપગ્રેઈડકરતાં રહેવાનું મહત્ત્વનું બન્યું છે. એમ કહોને કે આપણે માટે એક મોટો પડકાર ઊભો થયો છે!

આજે તો એવો સમય આવ્યો છે કેસેલ ફોન-’ ‘કૉમ્પ્યુટર-‘વેબ સાઈટવગર ઘડી પણ ચાલે નહિ.‘કૉમ્પ્યુટર અનેવેબ સાઈટએટલે વિદ્યાજ્ઞાન અને માહિતીનો ખજાનો. નાનકડા સેલફોને તો આજે દુનયાને મુઠ્ઠીમાં કરી લીધી છે! એક નાનકડું મશીન મેઈલ કરેટેકસ્ટ મેસેજ મોકલેતમારા મહત્ત્વના ઉપયોગી ટેલિફોન નંબરો તમારા માટે સાચવે નાનકડું બટન દબાવો અને તમને જણાવી દેશે તમારા ‘missed messages’! ઉપરાંત કેમેરાની માફક ફોટો પણ પાડે! નિત નવી ટેકનૉલૉજી માનવીની સેવામાં હાજર થતી જાય છે એટલે તો આજના યુગનેઆઈ.ટી.’નો યુગ કહે છે.

આપણી દુનિયા વિજ્ઞાન અને ટેકનૉલૉજીની નિતનવી શોધોને લીધે ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. આપણે ભટકી જઈએ એટલું બધુ દુનિયામાં અવનવું બની રહ્યું છે. આઈ.ટી. ટેકનૉલૉજીએ દુનિયાને સાવ નાની બનાવી દીધી છે. સંદેશવ્યવહારનાં દ્વાર ખોલી નાખ્યાં છે. કારણે આપણી જીવનશૈલીમાં અને વ્યવહારમાં તેમ માનવ સંબંધોમાં જબરજસ્ત પરિવર્તન આવી રહ્યું છે. આટલાં બધાં પરિવર્તનો ક્યારે પણ નહોતાં આવ્યાં

કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આર્ષ વાણીના પડઘા ચોગમ સંભળાય છે.

ચાલતો થા, અહીંથી જૂનાપુરાણા સમય

કેમ કે, આરંભી છે નૂતને અવનવી રમત.’

આજનાં બાળકો કિશોરો અને યુવાપેઢીને બધું સ્વાભાવિક લાગે છે. તેઓ ઝડપથી નવાં નવાં ઉપકરણોનો ઉપયોગ શીખી જાય છે. સાત આઠ વર્ષનાં બાળકો કૉમ્પ્યુટર પર વિવિધ રમતો રમતાં હોય છે. કિશોરો અને યુવાનોને તો સેલફોન, બ્લેકબેરી, લેપટોપ બધાંનો ઘડીનો વિરહ પણ અસહ્ય થઈ પડે છે! પરંતુ બધું સ્વીકારવુંસમજવું અને સુમાહિતગાર રહેવું પ્રૌઢો અને વયસ્કો માટે કસોટીરૂપે છે, પરંતુ નવી પરિસ્થિતિનો સાવ અનાદર કરવાનું કોઈને પોષાય એમ નથી. એનું હાર્દ સમજવા માટે આપણે આપણાં મનની બારીઓ ખુલ્લી રાખવી પડશે. મનની બારી બંધ કરી, એના પર પડદા નાખી આપણી પરંપરાગત માન્યતાઓમાં પુરાઈ નૂતનનો સદા વિરોધ કરવો યોગ્ય નથી. નવા યુગબળને નહિ ઓળખીએ અને એને અનુકૂળ થવાનો પ્રયાસ નહિ કરીએ તો સંભવ છે કે નવી પેઢીથી અને બદલાતાં જીવન અને જગતથી આપણે વિમુખ થઈ જઈએ. એનાથી આપણે દૂર હડસેલાઈ જઈએ.

આપણે જ્યારે નવું વાંચતાં નવું શીખતાં નવું વિચારતાં રહીએ છીએ ત્યારે આપણું જીવન વહેતું રહે છે. એનાથી જીવનમં ઉત્સાહ, ઉમંગ અને ચૈતન્ય આવે છે. જીવન વધુ રસમય બને છે. સમયાનુસાર વિચારોમાં ફેરફાર કરી, બદલાતા સંજોગો અને સંબંધોના સ્વરૂપ સાથે અનુકૂળ થઈ તાલ મેળવતાં રહેવું મને લાગે છે કે જબરજસ્ત આવડત અને સૂઝ છે. જીવનના આનંદ અને સુખની ગુરુચાવી છે.

આપણી સામાન્ય વૃત્તિ તો હોય છે, ‘જે ચાલતું હોય તે ચાલવા દો.’ મારે કંઈ બધું શીખવું નથી.’ ‘જેમ જીવીએ છીએ તે બરાબર છે. આટલાં વર્ષો આમ કરતાં હતાં ને!’ આમ ઘણાને કહેતાં તમે સાંભળશો, પરંતુ જાતની માનસિકતા યોગ્ય નથી. તો એક પ્રકારની જડતા થઈ. ખબર નહિ! આપણે સમજીએ છીએ, પરંતુ સામાન્ય રીતે આપણે મનોમન ઈચ્છીએ છીએ કે જીવન પાટા પર થંભી જાય! બધું યથાવત્ રહે તો કેવું! આપણને જે ફાવી ગયું છે, જેનાથી ટેવાઈ ગયા હોઈએ તે બદલાય કે બદલવું પડે તે આપણને રુચતું નથી!

વર્ષોથી ગૅસ સ્ટવ પર રાંધતાં હોઈએ તો માઈક્રોવેવ ઓવનમાં રાંધી લેતાં ખચકાટ થાય છે. લૅન્ડ લાઈન પર કોડલેસ ફોન વાપર્યાં કરતાં હોઈએ પછી સેલફોન પર જતાં શરૂઆતમાં થોડુંક અડવું લાગે! તેવી રીતે ઘરમાં ત્રણ વખત પહેલાં ટપાલ આવતી. સ્વજનો મિત્રોના સ્વહસ્તે લખેલાં લાંબા પત્રો આવતાં. એક નહિ પણ બે ત્રણ વખત વાંચવાનો આનંદ લેતાં! હા! એમાં વધુ આત્મીયતા હતી. લખનારની લાગણીનો એમાં સ્પર્શ થતો. એટલેમેઈલ– ‘ટેકસ્ટ મેસેજ– ‘લેપ ટૉપ’ ‘વેબસાઈટબધું ભલે ખૂબ ઉપયોગી ઝડપી અને મદદરૂપ હોય તો પણ પ્રૌઢોનેવડીલોને એમા કશુંક મહત્ત્વનું ખૂટતું લાગવાનું.

બધું શીખવું અને અપનાવવું એમને જરૂર અઘરું લાગે. એમને ગુસ્સો પણ આવવાનો. ઘણીએ વખત થવાનું આજના જુવાનિયાઓ ક્યાં તો કાને કે હાથમાં સેલફોન લઈને જીવતાં હોય છે! કલાકો સુધી કૉમ્પ્યુટર પર કોણ જાણે કેમ તેઓ ચીટકી રહે છે! પ્રશ્ન છે કે યુવા પેઢી સાથે સતત ભાવ સંક્રમણ Communication ચાલુ રાખવું હોય તો એમના જીવનના એક અતિમહત્ત્વના અંગરૂપ બધાં ઉપકરણોને ભાંડવાથી કંઈ નહિ વળે. એમનો વ્યવહાર SMS દ્વારા ચાલે છે! એમની સાથે અને જમાના સાથે ઝઘડો અને સંઘર્ષ કરવાથી કશું વળવાનું નથી, પણ એમને આપણાથી વિમુખ કરી દઈશું. જૂનું જાય અને નવું આવે સૃષ્ટિનો ક્રમ છે!

લખતી વખતે મને સ્મરણ થાય છે મારા એક વડીલ સ્નેહીનું. સ્વ. મીઠુબહેનનું. તેમનો પુત્ર તેમનો પરિવાર અમેરિકામાં સ્થિર થયો હતો. તેઓ એમનાં પૌત્ર પૌત્રી સાથે વાતચીત કરી શકે એમના સમાચાર પૂછતાં રહી શકે માટે તેઓ 80 વર્ષે .મેઈલનો ઉપયોગ કરતાં શીખ્યાં! યુવા પેઢી સાથે સંકળાયેલાં રહેવા માટે જરૂરી છે.

આપણે આપણું દિવાનખાનું શયનખંડ રસોડું બધું અદ્યતન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સલિલ એની ફૅકટરીનેઅપગ્રેઈડકરવાનો વિચાર કરે છે તો આસ્થા પોતાનાવોર્ડરોબને વધુ આધુનિક કરવાની કોશિશ કરતી રહે છે. બધી બહારની વસ્તુઓનેઅપગ્રેઈડકરવાની આપણને જરૂર લાગતી હોય તો પછી આપણાં વિચારોનું આચરણનું ચિંતન, મનન, જ્ઞાનનું શું? આપણા મનોભાવનું શું? આપણા માંહ્યલાનું શુ? જે ઘણું મૂલ્યવાન અને મહત્ત્વનું છે તેનો વિચાર કરવાનો નહિ? આપણાં આંતરિક ઊર્ધ્વીકરણનું શું? આનો પણ આપણે સાથે સાથે વિચાર કરી દિશામાં આગળ વધતાં રહીએ તો સાચા અર્થમાં જીવનને આપણેઅપગ્રેઈડકર્ય઼ું છે એમ કહી શકીએ. ક્રિયા તો સતત ચાલતી રહેવી જોઈએ.

જીવનની પ્રત્યેક અવસ્થા બદલાવ માગતી હોય છે. સાહસિક શોધકોની માફક જીવનના પ્રત્યેક તબક્કે આપણે અજ્ઞાતમાં પ્રવેશ કરીએ છીએ. આથી જીવન એક સાહસયાત્રા બની રહે છે હા! જીવનના દરેક ફેરફારને સારીનરસી બે બાજુ તો હોય છે . પ્રગતિ વિકાસ અને પરિવર્તનનું પણ આવું છે

લખતી વખતે મને રોનીનો અનુભવ યાદ આવે છે રોની મારી પુત્રી અસ્મિતાની સહકાર્યકર છે. ત્રીસેક વર્ષથી બૅન્કમાં કામ કરે છે. ઘણી કુશળ અને બુદ્ધિશાળી છે. બૅન્કમાં ઊંચા હોદ્દા પર છે. એનું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું, એટલે બૅન્કની શાખામાં ગઈ. ક્રેડિટ કાર્ડ વિભાગમાં ત્રીસેક વર્ષની એક સ્માર્ટ યુવતી કામ કરતી હતી. એની સાથે રોનીએ પોતાના ક્રેડિટ કાર્ડની વાત કરી. પેલી યુવતીએ કહ્યું, ‘મેડમ તમારું કામ થઈ જશે.’

ક્રેડિટ કાર્ડ લેવા માટે ક્યારે આવું?’ રોનીએ પૂછ્યું હતું.

ના આવવાની કંઈ જરૂર નથીએને જવાબ મળ્યો.

તો પછી મને ખબર કેવી રીતે પડશે?’ રોનીએ પૂછ્યું

મેડમ! તમેવેબસાઈટપર તમારા ક્રેડિટ કાર્ડનું સ્ટેટસ જોઈ લેજો.’

મને સમજ પડી. રોની વિચારમાં પડી ગઈ હતી.

તમારું બૅન્કિંગ તમેઑનલાઈનકરી શકો.

પણ મેં તોઑનલાઈનબૅન્કિંગસાઈન અપનથી કર્ય઼ું! સાંભળી પેલી યુવાન કર્મચારી નવાઈ પામી ગઈ. ‘શું વાત કરો છો તમે? મેડમ! તમે હવે ઈન્ટરનેટ પર બધું કામ કરી શકો છો. બસ! તમારે તમારી જાતનેઅપડેઈટકરતાં રહેવાનું.-

રોનીને થયું હતું, જોતજોતામાં કેટલું બધું બદલાઈ ગયું? આજકાલની જુવાન છોકરીને એમ લાગે છે કે એને કશું ખબર નથી! આપણે પણ આવું નથી લાગતું? અરે! કેટલીય વખત 8-10 વર્ષનાં બાળકોને બધું ઘણું આવડતું હોય છે આપણે એમની મદદની જરૂર પડતી હોય છે

અસ્મિતાની વાત સાંભળી હું ખડખડાટ હસી હતી. વાત તો છે. જેમ જગત સાથે બદલાતી જીવનશૈલી સાથે અને નવી ઊગતી પેઢી સાથે સંકળાયેલાં રહેવું – ‘કનેકશનરાખવું જરૂરી છે, તેવી રીતે બધાથી અલગ અલિપ્ત થતાં પણ શીખવાનું છે. ‘Connection’ના જેટલુંજ ‘disconnection’ પણ ઘણું મુશ્કેલ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ‘detached attachment’ લગાવલાગણી પ્રેમસંબંધ બધુંય છતાં અંદરની અલિપ્તતાજીવનની આજ મોટી કસોટી છે. ખરું ને?