પરંપરા અને આધુનિકતાનો સંક્રાંતિકાળ – Parampara ane Adhuniktano Sankrantikal

જ્યારે મને ખબર પડી કે સુલેખાએ એનાં માતાપિતાની મરજી વિરુદ્ધ, ઘરમાંથી ભાગી જઈને એક ખ્રિસ્તી યુવાન સાથે લગ્ન કર્યાં છે, ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું. આમ તો અમારા પાડોશી મુકુન્દભાઈનું કુટુંબ જુનવાણી કહી શકાય તેવું જ હતું. આ કુટુંબમાં ઉછરેલી સુલેખા મને હંમેશાં સાદી, સીધી, ઠરેલ અને કહ્યાગરી લાગી હતી. આધુનિકતાનો વાયરો એને બહુ સ્પર્શ્યો

આપણી જાતને અપગ્રેડ કરતા રહીયે – Apni Jat ne Upgrade Karta Rahiye

એક ખ્યાતનામ અમેરિકન મનોવિજ્ઞાનીએ કહ્યું છે: ‘વાસ્તવિક હકીકતો કરતાં આપણું વલણ વધારે મહત્ત્વનું છે.’      આપણું વલણ–આપણો અભિગમ બદલવો, એ અઘરું છે– મુશ્કેલ છે, પણ સાવ અશક્ય નથી. હા, એ માટે સમજપૂર્વક પ્રયત્ન કરતાં રહેવું પડે. અહીં પ્રશ્ન છે, નવું જાણતાં રહેવાનો, સતત શીખતાં રહેવાનો અને વિચારો અને જીવનશૈલીને તપાસતાં–ચકાસતાં રહેવાનો. સંજોગો અને પરિસ્થિતિ

શાંતિધામ – Shantidham

“શાંતિધામ”   આજે આપણે એક નવા યુગમાં જીવીએ છીએ કે જેને આપણે ‘એસ્પિરિન યુગ’ કહી શકીએ. સાચે જ આજનો યુગ એટલે સતત ઉતાવળ, વેગીલી ગતિ, માનસિક તણાવ અને સખત સ્પર્ધા. આપણે ચાલતાં નથી, દોડીએ છીએ. શ્વાસ ચઢી જાય, હાંફી જવાય એટલી ઝડપે આપણે દોડીએ છીએ, કે જેથી આપણે આ દુનિયામાં ટકી શકીએ, સિદ્ધિ અને સંપત્તિ