વર્તમાનપત્રો - Press

December 12, 2016

સ્વીકાર

ગુજરાત સંશોધન મંડળ  જુલાઈ – ડિસેમ્બર ૨૧૬

પ્રતિભાવ: ડૉ. અમૃત ઉપાધ્યાય

આ પુસ્તકની વૈવિધ્યસભર સામગ્રીનો રસાસ્વાદ લીધા પછી આપણે લાગે છે કે, સમગ્ર રીતે જોતા, શ્રીમતી જયવતીબહેન કાજીએ વાતચીતની સહજ, સરળ ભાષામાં જીવનનાં બધાં પાસાંની ઊંડાણભરી મીમાંસા કરી છે અને પ્રસંગોના આલેખનમાં  એક શિક્ષણશાસ્ત્રી, મનોવિજ્ઞાની, સમાજશાસ્ત્રી, અને દાર્શનિક  ચિંતકની ચીવટ દર્શાવી છે.

આ સર્વ પુસ્તકોનો જીવનસાથી, હકારલક્ષી, સ્વીકારલક્ષી, સૂર, આજે મારા હાથમાં જે પુસતલક છે તેમાં પણ અનુસ્યૂત છે. બલકે, આ પુસતલકનું નામ જ “સ્વીકાર” છે જેમાં ત્રેવીસ આસ્વાદ્ય લેખોનો સંગ્રહ થયો છે. એટલે બધા લેખો, વધતેઓછે અંશે જીવનલક્ષી હરકારત્મક ચિંતનથી સભર છે એટલું જ નહિ પણ આપણને જીવન જીવવામાં મદદરૂપ થાય તેવી પ્રેરણાથી સંપૂર્ણ છે.

આ લેખસંગ્રહ શ્રીમતી જયવતીબહેનની ગેરહાજરીમાં, લેખિકાના વિચારમંથન સાથે તદ્રૂપ્ત થઇ, તૈયાર કરીને પ્રગટ કરવાનું સ્વજનકૃત્ય લેખિકાની સુપુત્રી બેહેન અસ્મિતા ભાટિયાએ સુન્દર રીતે કર્યું છે, એ બદલ તેઓ આપણા અભિનંદનના અધિકારી છે.

આ પુસ્તકની એક નકલ પોતાની સહીથી મારા જેવા જુના શિક્ષકને મોકલી આપીને બેહેન અસ્મિતા ભાટિયાએ મારી પ્રસન્નતામાં વધારો કર્યો છે એમાં શંકા નથી. ધન્યવાદ !