વાચકોનો અભિપ્રાય - Readers

December 14, 2017

આજ ની ઘડી રળિયામણી – Aaj Ni Ghadi Raliyamni

મુંબઈ સમાચાર માર્ચ ૩, ૨୦୦૬

સંપાદન: દીપક મહેતા

આ પુસ્તકમાં ૨૫ લેખોમાં મુખ્ય દોર બે જોવા મળે છે. પહેલો, વર્તમાંનની શણને જાણવાનો અને માણવાનો બોધ કરતો અને બીજો, આમ કરવા માટે સ્વથી  માંડીને સર્વ સુધીના સંબંધોને શક્ય તેટલા સુમેળભર્યા બનાવવાનો. પ્રાસ્તાવિકમાં લેખિકા કહે છે કે: ” આ પુસ્તકમાં સબંધોનો સપ્તરંગી મેઘધનુષ્યને નિહાળવાનો નમ્ર  પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ રંગો તમને પણ નીરખવા ગમશે।