About - જયવતી કાજી
About

શ્રીમતી જયવતી કાજીનો જન્મ સુરતમાં માતા શ્રીમતી સુલોચનાબહેન અને પિતા શ્રી રણછોડદાસ પોપાવાલાને ત્યાં થયો. ૧૯૪૨માં તેમણે શ્રી અશોક હીરાલાલ કાજી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેમણે મુંબઇની એલ્ફિન્સટન કોલેજમાં અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને રાજકારણ સાથે બી.એ. આર્ટ્સની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં ગુજરાતી સાથે એમ.એ. કર્યુ. જેમા તેઓ પ્રથમ આવ્યા અને તે બદલ પારિતોષિકો પણ મેળવ્યા.

૧૯૬0 થી ૧૯૮૨ સુધી તેઓએ ઓલ ઇન્ડિયા રેડિયોમાં બાળકો તથા મહિલાઓ માટેના કાર્યક્રમોના નિર્માતા તરીકે કારકિર્દી બજાવી છે. છેલ્લા ચાર દાયકા દરમ્યાન અનેક પત્રો તથા મેગેઝિનમાં તેમના લેખો, નિબંધો તેમ જ સમાજ ચિંતનના લેખો પ્રસિદ્ધ થયા છે. એમના પુસ્તક “નવીનારી નવા વિધાનો” માં આધુનિક વિશ્વની નારીઓ સામે ઉભા થયેલા પડકાર તેમ જ તેના નિરાકરણ સંદર્ભે તલસ્પર્શી આલેખન થયુ છે. તેમના નિબંધ સંગ્રહ “દિવાલ નહી પણ સેતુ” ને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ નિબંધ સંગ્રહનુ પારિતોષિક એનાયત થયુ છે. એમના પુસ્તક “આજની ઘડી રળિયામણી” ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યુ છે.

એમના પુસ્તક “જીવન સંઘ્યાનો ઉજાસ” માં આયુષ્યના અવશેષને અહીંયા સુખદ અને સાર્થક કેવી રીતે બનાવી શકાય એ માટે વડિલોને તેમ જ યુવાપેઢીને સુંદર દિશાસૂચન થયુ છે.

ઓલ ઇન્ડિયા રેડિયોની સફળ કારર્કીદી બાદ જયવતીબહેને ખૂબ જ ઉંડી દ્રષ્ટિ અને નિષ્ઠાથી “મુંબઇ સમાચાર” સાપ્તાહિક મહિલામંડળની સંપાદિકાની જવાબદારી ઘણા વર્ષો સંભાળી હતી. આ દરમ્યાન એમણે પોતાના વિશાળ વાંચન, ઉંડી વિચારશક્તિથી મહિલામંડળ સાપ્તાહિકને એક નવો માર્ગ અને નવા વિચારના ઢાળની ભેટ આપી હતી એમ કહેવાય.

જયવતીબહેનની કૃતિઓ “જનકલ્યાણ” દ્વારા વાચક ભાવકો સુધી અવારનવાર પંહોચીને સર્વને જીવન પ્રત્યેનો અભિગમ સદા હકારાત્મક બની રહે એવા પ્રેરણાદાયક લખાણો પ્રસ્તુત કર્યા છે.

જયવતીબહેન વાંચન, લેખન, પ્રવાસ અને સામાજિક કાર્યો અને મહિલાઓના મંડળમાં ઊંડો રસ ધરાવતા હતા.

તેમની બે પુત્રીઓ દિવ્યા શાહ અને અસ્મિતા ભાટિયા ન્યુયોર્ક એમના પરિવાર સાથે વસે છે.

 

Jayavati Kaji

Jayavati Kaji was born in Surat, India in 1923. She graduated with Honors in Economics and she pursued her love for Gujarati Literature and obtained a Msters Degree with Distinction from Bombay University.

Jayavati Kaji had a stellar career as a Producer of Children’s and Women’s Weekly Programs in Gujarati on All India Radio, Mumbai for twenty-two years. Her regular contributions to several prestigious magazines and newspapers such as Janmabhoomi, Bombay Samachar, Akhand Anand and Samarpan were highly respected and enjoyed by a wide group of her loyal readers.

As an Editor of the Weekly Women’s Page of Bombay Samachar for fourteen years, she presented a wide range of topics, depicting challenges of everyday life, especially faced by the women.

She is a recipient of Gujarati Sahitya Parishad’s Award for the book titled Diwal Nahi Pan Setu”. Her book “Aaj Ni Ghadi Raniamni” won the Award of Gujarat State Sahitya Academy. “Jeevan Sandhyano Ujaas” – her book inspired many Seniors, with her words of wisdom and inspiration.

As an accomplished author of over 27 published books, hundreds of essays, she inspired her readers with her easy, and simple conversational style, as she shared her depth of wisdom an experience.

Her husband Ashok Kaji, was a pillar of strength, and support to her. Loved and inspired by her daughters Divya Shah and Asmita Bhatia.