વર્તમાનપત્રો - Press

June 9, 2002

સુખનું સ્ટેશન – Sukh Nu Station

સુખનું સ્ટેશન

જન્મભૂમિ – ઓક્ટોબર ૬, ૨୦୦૨

પ્રતિભાવ: સ્નેહલ મઝુમદાર

આ જયવતીબહેનનું પંદરમું પુસ્તક છે. વાસ્તવમાં તો એ સુખનું સ્તવન છે. આ જન્મ અને મરણ  વચ્ચેના ગાળાને માણવાની જ વાત છે. લેખિકાના શબ્દોમાં થોડાક સ્નેહસ્નિગ્ધ કોમળ સબંધો બાંધવાનો અને જાળવવાનો સમય જ નથી રહેતો. સુજ્ઞ વાચક! પ્લેટફોર્મ ટિકિટ તો મેં તમને કઢાવી આપી. બાકી સુખના  સ્ટેશન સુધીની  યાત્રા કરવી, ન કરવી એ તમારે નક્કી કરવાનું છે.