પરંપરા અને આધુનિકતાનો સંક્રાંતિકાળ – Parampara ane Adhuniktano Sankrantikal

જ્યારે મને ખબર પડી કે સુલેખાએ એનાં માતાપિતાની મરજી વિરુદ્ધ, ઘરમાંથી ભાગી જઈને એક ખ્રિસ્તી યુવાન સાથે લગ્ન કર્યાં છે, ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું. આમ તો અમારા પાડોશી મુકુન્દભાઈનું કુટુંબ જુનવાણી કહી શકાય તેવું જ હતું. આ કુટુંબમાં ઉછરેલી સુલેખા મને હંમેશાં સાદી, સીધી, ઠરેલ અને કહ્યાગરી લાગી હતી. આધુનિકતાનો વાયરો એને બહુ સ્પર્શ્યો